શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો, માત્ર એક જ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
શનિવારે આખો દિવસ બફારા બાદ સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં અંદાજે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે સરેરાશ સવા ઈંચ નોંધાયો
શનિવારે આખો દિવસ બફારા બાદ સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદમાં અંદાજે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે સરેરાશ સવા ઈંચ નોંધાયો હતો. ગોતાથી બોડકદેવ સુધીના પટ્ટામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવનને કારણે 5 જેટલા ઝાડ પણ પડી ગયા હતા અને બે સ્થળે રોડ બેસી ગયા હતા.
ગોતા અને બોડકદેવમાં 3 ઈંચ જેટલો વરસાદ જ્યારે સરખેજમાં સવા, દાણીપીઠમાં એક, દૂધેશ્વરમાં બે ઈંચ, રાણીપમાં એક ઈંચ, ચાંદખેડા અને ઉસ્માનપુરામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શિવરંજની, શ્યામલ, કેશવબાગ, માનસી સર્કલ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અખબારનગર અંડરપાસ બંધ કરવો પડ્યો હતો. વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા.
શહેરના શ્યામલ, શિવરંજની, કેશવબાગ, માનસી, વસ્ત્રાપુર, આલ્ફાવન મોલ આસપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. એસ.જી.હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર, નવાવાડજમાં વ્યાસવાડી વિસ્તાર તેમજ 132 ફુટ રિંગ રોડ પર ભાવસાર હોસ્ટેલ પાસેના જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના ચાંદખેડા આઈઓસી રોડ, ત્રાગડ રોડ, પવિત્ર એનકલેવ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અનેક વાહનચાલકોના વાહન બંધ થઈ ગયા હતા. પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement