શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, જાણો કયા-કયા વિસ્તારમાં ખાબક્યો વરસાદ?
અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદઃ મોડી સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. અમદાવાદના ચાંદલોડિયા, એસ.જી. હાઈવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી ઠંડક પ્રસરી ગઈ છે.
ભારે વરસાદને કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ સાથે જ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી. વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી.
અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ, અડાલજ, બોપલ, ઘુમા, એસજી હાઇવે, સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બગોદરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
આખો દિવસ ઉકળાટભર્યા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો થયો અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં વિરમગામ, ડુમાણા, કાંકરાવાડી, વણી, ગોરૈયા, રહેમલપુર, કાલીયાણા, ધાકડીમાં પણ વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement