શોધખોળ કરો
Advertisement
અમદાવાદીઓ માટે સારા સમાચાર! શહેરમાં આ તારીખે પડી શકે છે ભારે વરસાદ? જાણો
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ છે જ્યારે ઘણાં વિસ્તારોમાં ખેડૂતોમાં પણ નિરાશ જોવા મળ્યાં હતાં. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 29 જૂના નવસારી, ભાવનગર, વલસાડ, સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને આણંદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે 30 જૂને અમદાવાદ, આણંદ, મહિસાગર સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, ખેડા, નર્મદા, નવસારી પંચમહાલ સુરત અને તાપી, વડોદરા વલસાડમાં વરસાદન આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 30 જૂને મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂને વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડામાં ખાબક્યો હતો. ગઢડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સુરેન્દ્રનગરના લિંબડીમાં 1.5 ઈંચ અને ચૂડામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરતાં અમરેલીના લિલિયામાં 22 મીમી, ભરૂચના હાંસોટમાં 19 મીમી અને અમદાવાદના સાંણદમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion