Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરુ થયો છે.
અમદાવાદ: રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે, ઘુમા, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર, વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, ગુજરાતમાં અહીં થશે જળપ્રલય
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે બીજું શું કહ્યું
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.
ભાવનગરના શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે. શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિહોરના વરલ, રામગઢ, થોરાળીમાં વરસાદ વરસ્યો છે. શિહોરના થાળા, બેકડી, સરકડીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી વરલ ગામની નદી બે કાંઠે થઈ છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા અને વરલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. શિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
વરલ,રામગઢ ,થોરાળી, થાળા, બેકડી, સરકડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા વરલ ગામની નદી બે કાંઠે વહી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે.