શોધખોળ કરો

Ahmedabad: રખડતા ઢોર પકડનાર ટીમ પર હુમલો કરતા લોકો સાવધાન, હાઈકોર્ટે મોટી કાર્યવાહીનો આપ્યો આદેશ

અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આ પહેલા હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ: ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આ પહેલા હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે રખડતા ઢોરને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલા કરવામાં આવ્યા હતા. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, ઢોર પકડવા જતી ટીમ પર હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરો.

રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશસનના અધિકારીઓ કે પોલીસ પર હુમલો કરનારા તત્વોને, જોખમી વ્યક્તિ ગણી તેમની સામે પાસાની કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય દંડ સંહિતાની કમલ 332, 338, 188 હેઠળ મુજબ ગુના નોંધાશે. અમદાવાદ પોલીસ કમિશનરે કરેલા સોંગદનામાને હાઇકોર્ટે રેકોર્ડ પર લીધુ. હાઇકોર્ટે રાજ્યના ડીડીપીને પણ આ પ્રકારના નિર્દેશો જારી કરવા માટે તમામ જીલ્લા પોલીસ વડાઓની મીટીંગ બોલાવી નિર્ણય લેવા માટે હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યુ અમદાવાદ મ્યુનિસીપીલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે પુરતા પગલા લીધા નથી. અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્યના પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એકશન પ્લાન રજુ કરવા કોર્ટે હુકમ કર્યો છે.

હાઇકોર્ટે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. કે જે પક્ષકાર છે તેમને પૂછ્યું કોર્ટના આદેશ બાદ શું પરિસ્થિતિ છે? હાઇકોર્ટ એડવોકેટ એસો. એ સમસ્યા જેમની તેમ હોવાનું કોર્ટને જણાવ્યું. Amc અને તંત્ર કાર્ય તો કરી રહ્યું છે પરંતુ હજુ પણ રખડતાં ઢોરને કારણે અકસ્માતો ચાલુ હોવાની માહિતી કોર્ટને અપાઈ.. એડવોકેટ્સ એસોસિએશન (પક્ષકાર) તરફથી કોર્ટને રજૂઆત કરી હતી. ઢોરના હુમલામાં ઘવાયેલા ઘાયલોને પશુઓના માલિકો વળતર ચૂકવે અને રખડતા ઢોર મુકતા માલિકોની ઓળખ કરવામાં આવે. રખડતાં ઢોરનાં મલિકોને ઓળખી તેમની સામે પાસા જેવી કલમો લગાડી કડક કાર્યવાહી કરવામાં આવે: અરજદાર (પક્ષકાર)

હાઇકોર્ટે 12 સપ્ટેમ્બર સુધી એડવોકેટ્સ એસોસિએશનને એફિડેવિટ રજૂ કરવા સમય આપ્યો છે. રખડતાં ઢોર મામલે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં લેવાયેલા કડક પગલાંથી પણ કોર્ટને અવગત કર્યા. કોર્ટે સરકારને પૂછ્યું રખડતાં ઢોર મામલે લેવાયેલા બિલ અંગે શું થયું?  જેના જવાબમાં સરકારે કહ્યું કાયદો હાલ વિચાર હેઠળ છે. અરજદારે કોર્ટને જાણ કરી કે કાયદો લાવ્યા બાદ કેટલાક લોકોએ રેલીઓ યોજી આ કાયદાનો વિરોધ કર્યો હતો. શહેરની સીમા મામલે પણ અરજદારે કોર્ટને અવગત કર્યા. શહેરની આસપાસના ગામોને શહેરને સમાવી લેવામાં આવે છે પરંતુ ત્યાંના પશુઓ અને અન્ય મામલો માટે વિચારવાની જરૂર. સમાવેલ ગામોનાં પશુઓને અનેક તકલીફનો સામનો પડતો હોવાની માહિતી કોર્ટને અપાઈ છે.

હાઇકોર્ટનો સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ

  • AMC નાં કર્મચારીઓ પર હુમલા અંગે સોગંદનામુ રજૂ કરવા આદેશ
  • અસામાજિક તત્વો સામે લીધેલા પગલાંની તમામ માહિતી સાથે સોગંદનામુ રજૂ કરવા આદેશ. 
  • રખડતાં ઢોરને કાબૂમાં લેવા હજુ પણ કડક પગલાં ભરવા કોર્ટનો આદેશ.
  • હુમલાની ઘટનાઓ ઘટાડવા દરેક પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વધારવા પણ કોર્ટનો આદેશ. 
  • આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવા કોર્ટનો આદેશ
  • એક ચોક્કસ એક્શન પ્લાન મામલે પણ સોગંદનામુ રજૂ કરવા અમદાવાદ પોલીસ કમિશનરને હાઇકોર્ટનો આદેશ

રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના

  • તમામ SP અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજવા સૂચના
  • AMC ને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરવા આદેશ
  • તમામ ૮ મહાનગર પાલિકા અને તમામ નગરપાલિકાઓને પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ
  • રાજ્ય સરકારને પણ લોગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરવા હાઇકોર્ટની સૂચના

સરકાર તમામ એ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે. રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માત મામલે સોગંદનામુ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતાં અહેવાલોને પણ સોગંદનામાંમાં રજૂ કરવા કોર્ટ કહ્યું છે. રાજ્યનાં ગૃહ મંત્રાલયને આ મામલે ધ્યાન આપવા હાઇકોર્ટની સૂચના. યોગ્ય ધ્યાન આપો અને જરૂર જણાય તો એક વોર રૂમ શરૂ કરવા પણ કોર્ટનો આદેશ કર્યો છે જે મામલે વોર રૂમ શરૂ કરવા મામલે રાજ્ય સરકારનાં વકીલે કોર્ટને ખાતરી આપી. હવે મામલે ૧૫ સપ્ટેમ્બરનાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યાં સુધી ૨૪ કલાક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget