દારૂ પીને ગાડી ચલાવશો તો ફરિયાદ થશે, જે પોલીસ પકડશે તેને 200 રુપિયા ઇનામ, જાણો શું છે આદેશ
31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્યાસીઓને પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ: 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્યાસીઓને પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. જે હાલ શહેરમાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. અમદાવાદ પોલીસના આધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.
શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.”
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જે નીચે મુજબ છે 👇
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 22, 2023
શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતર્કતાના ભાગ રૂપે આ ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઘણાં લોકો આ મુહિમને પણ વધાવી રહ્યા છે.