શોધખોળ કરો
IIM માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને હવે મળશે ડિપ્લોમાંની જગ્યાએ ડિગ્રી

અમદાવાદ: હવેથી IIM માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિપ્લોમાંની જગ્યાએ ડિગ્રી મળશે. કેંદ્રીય શિક્ષામંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી.સરકાર સંસદના શિયાળૂ સત્રમાં આ બિલને પાસ કરાવાની તૈયારીમાં છે. આ બિલ પાસ થયા બાદ IIM માં અભ્યાસ કરીને નિકળેલા વિદ્યાર્થીઓને મેનેજમેંટમાં ડિગ્રીનું સર્ટીફિકેટ મળશે. શુક્રવારે કેંદ્રીય શિક્ષા મંત્રી પ્રકાશ જાવડેકરે IIM અમદાવાદમાં શિક્ષકો સાથે બેઠક કરી હતી.આ મામલે 20 સપ્ટેમ્બરે IIS શિલોંગમાં દેશભરના તમામ IIM ડાયરેક્ટરોની બેઠક મળશે.આ બેઠકની અધ્યક્ષતા કેંદ્રીય શિક્ષા મંત્રી પ્રકાશ જાવડેકર કરશે.
વધુ વાંચો





















