શોધખોળ કરો

ગુજરાતમાં વધુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આજથી ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ ?

શુક્રવારથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

અમદાવાદઃ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમા પડેલા ભારે  વરસાદે જોરદાર તબાહી વેરી છે ત્યારે હવે  ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ફરી વરસાદ પડશે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, શુક્રવારથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 16 ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવ અને કચ્છમાં હળવો વરસાદ પડશે.

17 ઓક્ટોબરે પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 18 ઓક્ટોબરે સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

19 ઓક્ટોબરે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે, જ્યારે 20મીએ આણંદ, ભરૂચ, સુરત, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ થંડરસ્ટોમની સ્થિતિ રહેશે. દરમિયાન પ્રતિ કલાકે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાંકીને રાખવાની તથા  સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની તાકીદ કરી છે.

રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો

Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

Embed widget