શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા, એક જ દિવસમાં નવા 4693 કેસ નોંધાયા

શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં મંગળવારે દૈનિક કેસ સોમવારની તુલનામાં ૭૭ વધ્યા છે. મંગળવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪ હજાર ૬૯૩ કેસ અને ૨૨ લોકોના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક 3 હજારને પાર પહોંચ્યો છે. તો કુલ કેસનો આંક ૧ લાખ ૭૯ હજાર ૬૮૭ કેસ થયો છે. મંગળવારે હોસ્પિટલમાંથી સારવાર લેનારા કુલ ૪ હજાર 608 લોકો સાજા થઈ ઘરે પરત ફરતા અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ૮ હજાર ૮૯૩ લોકો કોરોના મુકત થયા છે. અગાઉ સોમવારે શહેરમાં કોરોનાની સારવાર બાદ કુલ ૩ હજાર ૯૨૪ લોકો સાજા થયા હતા. આમ રીકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં હાલ એકિટવ કેસની સંખ્યા ૬૭ હજાર ૭૯૦ છે.

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. વટવા, પાલડી, ચાંદલોડિયા અને થલતેજના કુલ 6 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 37 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 247 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. વટવામાં 36 મકાનોનાં 161 લોકો અને થલતેજમાં 16 મકાનોના 65 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. ગઈકાલે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 
8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 
Embed widget