શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો, દાખલ થનાર દર્દી કરતાં બેગણા દર્દી ડિસ્ચાર્જ થયા

શહેરમાં કોરોનાના કેસ ઘટતા માઈક્રો કન્ટેઈન્મેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ દિવસને દિવસે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસની તુલનામાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદ શહેરમાં નવા ત્રણ હજાર 59 કેસ નોંધાયા છે. જેની સામે શહેરમાં છ હજાર 668 દર્દી ડિસ્ચાર્ચ થયા છે. જ્યારે જિલ્લામાં નવા 68 કેસની સામે 65 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. જો કે 18 દર્દીઓના મૃત્યુ સાથે અમદાવાદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ હજાર 146 પર પહોંચી ગયો. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો બે લાખ 10 હજાર 265 પર પહોંચ્યો છે. જેમાંથી એક લાખ 56 હજાર 21 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા માઈક્રો કન્ટેઈન્મેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વેજલપુર, સેટેલાઈટ અને ગોતાના 3 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જેમાં સેટેલાઈટના શ્યામ ઈલેગન્સના 4 મકાન, વેજલપુર પોલીસ ચોકી પાસેના વિનસ પાર્કલેન્ડના 40 મકાનના અને ગોતાના 42 પાર્ક વ્યૂના 4 મકાન માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે  ઈન્દ્રપુરી, લાંભા વેજલપુર, નવરંગપુરા, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને નિકોલમાં 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 109 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જેની સામે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 118 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 પર પહોચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,63,133 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 6 ,  મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6,  જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4,  પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3,  ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2,  ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1,  અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોત સાથે કુલ 118 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790,  વડોદરા કોર્પોરેશન 598,  મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334,   જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198,  પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91,  અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા હતા.  

રાજ્યના 8 મહાનગરો અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયું

રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને  ગઈકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ
Embed widget