શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોંગ્રેસે વિપક્ષના નેતાપદે આ દલિત મહિલા નેતાની કરી નિમણૂક, જાણો ક્યા વોર્ડમાંથી છે ચૂંટાયાં ?
રાજ્યસભાની ચૂંટણી બાદ અમદાવાદ કોંગ્રેસમાં શર્મા સામે વિરોધ શરૂ થયો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદે કોંગ્રેસે બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડાની નિમણૂક કરી છે. વિપક્ષી નેતા દિનેશ શર્માએ બે અઠવાડિયા પહેલાં રાજીનામું આપતાં ખાલી પડેલી જગા પર દિનેશ શર્માના સ્થાને ગુજરાત કોંગ્રેસે બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડા (Kamlaben Chavda)ની નિમણૂક વિપક્ષ નેતા તરીકે કરી છે. દિનેશ શર્માએ ટર્મ પૂરી થવાના ગણતરીનાં દિવસો પહેલાં જ 19 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે પહેલી વાર કોઈ મહિલાને વિપક્ષના નેતાનું પદ આપ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ અમદાવાદ કોંગ્રેસમાં શર્મા સામે વિરોધ શરૂ થયો હતો. અમદાવાદના બે ધારાસભ્યોએ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા દિનેશ શર્માને હટાવવાની માગ કરી હતી. વિવાદ વધતાં સામે ચાલીને દિનેશ શર્માએ ગુજરાત કોંગ્રેસને રાજીનામું આપી દીધું હતું. એ પચી કર્યકારી નેતા તરીકે તૌસિફખાન પઠાણને નિમાયા હતા પણ તેમની સામે વિરોધ થતાં છેવટે ગુજરાત કોંગ્રેસ દ્વારા બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડાની વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતાં રોકવા માટે ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર રિસોર્ટમાં લઈ જવાયા ત્યારે અમદાવાદ શહેરના કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિપક્ષી નેતા બદલવાની શરત મૂકી હતી. પ્રદેશ નેતાગીરી-હાઈકમાન્ડે વચન આપતાં શર્માને રાજીનામાની ફરજ પડાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement