શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકશે? હવામાન વિભાગે શું કરી આગાહી?
આગામી બે દિવસ એટલે 48 કલાકમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે.
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. નૈઋૃત્યનું ચોમાસું ગુજરાતમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, નોર્ધન લિમિટ ઓફ દ્વારકા-અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસ એટલે 48 કલાકમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે.
હવામાન વિભાગ પ્રમાણે, નૈઋૃત્યનું ચોમાસું ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન 22 અક્ષાંસ/60 દક્ષાંસથી દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેન્દ્રા, સુલતાનપુર, લમખીપુર ખેરી, મુક્તેશ્વરમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી 1 જુલાઈથી 3 જુલાઈ દરમિયાન નૈઋૃત્યનું ચોમાસું મધ્ય, પશ્ચિમ ભારતમાં વધુ આગળ વધશે.
હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. શનિવારે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાનની ખાનગી સંસ્થાનાં જણાવ્યાં પ્રમાણે, રવિવારે સવારનાં સમયે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement