શિક્ષણનગરીને લાગ્યું કલંક! 10માં ધોરણની વિદ્યાર્થિની પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ
આણંદ: શિક્ષણનગરીને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાનગરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આણંદ: શિક્ષણનગરીને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાનગરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બોર્ડની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષયમાં ફેલ કરવાની વિદ્યાર્થિનીને ધમકી આપી શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થીની દુષ્કર્મ આચરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાનગર આઈબી પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીની જિંદગી સાથે ગંદી રમત રમી સમગ્ર શિક્ષણ જગતને કંલકીત કર્યું છે. આ લંપટ શિક્ષકનું નામ દર્શન સુથાર હોવાની વાત સામે આવી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. ફરિયાદ મળતા જ પોલીસ એક્શનનાં આવી હતી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અમદાવાદ સેશન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી હતી, હવે આ મામલે કોર્ટે આકરી સજા ફટકારી છે. પત્નીને આત્મહત્યા પ્રેરવા માટે પતિને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે દાખલા રૂપ ચૂકાદો આપ્યો છે. દારૂ પીને પત્નીને મારઝૂડ કરી તરછોડવાની ધમકી આપનાર પતિએ પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરી હોવાનું કોર્ટનું તારણ છે. આ ઘટના વર્ષ 2021માં બની હતી. જેનો હાલમાં ચૂકાદો આવ્યો છે.
આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે
Weather update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે.