Police summons: આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની મુશ્કેલી વધી, જાણો ક્યા મામલે પોલીસે પાઠવ્યું સમન્સ
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. હકિકતમાં આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે.
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. હકિકતમાં આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ આઈપીસી કલમ ૨૬૯,૧૮૮, અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧(બી) અને જી.પી એક્ટ કલમ ૧૩૫(૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક જ ગાડીમાંથી ઉતર્યા
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં કંઇક નવા જુનીના એંધાણ દેખાઇ રહ્યાં સંકેત મળી રહ્યાં છે. હાલમાં એક વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું છે, ખરેખરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી એકસાથે જોવા મળ્યાં છે, બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન બન્ને એક જ ગાડીમાંથી નીચે ઉતરતા દેખાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી આગામી સમયમાં ભાજપમા જોડાશે એવી ચર્ચાઓ વચ્ચે હવે શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોરનો એકસાથેના વીડિયોથી રાજકારણ ગરમાયુ છે. ગેનીબેનના ભાજપની નજીક જવાની વાતો સામે આવી છે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર અનેકવાર ભાજપના વખાણ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જવાના છે, આ પહેલા વાયરલ થયેલા આ વીડિયોથી અનેક પ્રકારના રાજકીય તર્ક-વિતર્કો ઉભા થયા છે. ગેનીબેનના વિરોધીઓએ એવી પણ વાત વહેતી કરી છે કે ગેનીબેન પણ હવે ભાજપમાં જોડાઇ શકે છે. વાયરલ થયેલા આ વીડિયો અંગે કહેવાઇ રહ્યું છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોઈક કાર્યક્રમમાં છે.
ગેનીબેન ઠાકોરે ભાજપનાં કર્યાં ભરપૂર વખાણ, કોંગ્રેસના ક્યા નેતાઓ પર જાહેરમાં જ કર્યા આકરા પ્રહાર ?
કાંકરેજના ચાંગામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બળાપો કાઢ્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા.