શોધખોળ કરો

27 જૂને અમદાવાદમાં નીકળશે જગન્નાથજીની 148મી રથયાત્રા, જાણો નેત્રોત્સવ સહિતના તમામ કાર્યક્રમ

Ahmedabad Rathyatra: અમદાવાદમાં 27 જૂન શુક્રવારના રોજ જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જાણીએ રથયાત્રા પહેલાની સંપૂર્ણ વિધિ અને કાર્યક્રમ

Ahmedabad Rathyatra: અમદાવાદમાં છેલ્લા 147 વર્ષથી અષાઢી બીજના શુભ અવસરે જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. આ વર્ષે અષાઢી બીજ 27 જૂન શુકવારના રોજ હોવાથી આ દિવસે ભગવાનની રથયાત્રા યોજાશે, આ રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરાયા છે. જેમાં 108 કળશમાં જળ ભરવા માટે સાબરમતી સુધી જળ યાત્રા યોજાય છે. આ જળથી ભગવાનનો અભિષેક થાય છે. બાદ નેત્રોત્સ યોજાય છે.  25મીએ ભગવાનની નેત્રોત્સવ વિધી થશે, તો 26 જૂનના ભગવાનના સોનાવેશના દર્શન કરાવાવમાં આવશે. 27મી જૂને અષાઢી બીજના સવારે 5 વાગ્યે મંદિરે મંગળા આરતી થશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. આ મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજશે. આમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી રથયાત્રામાં બિરાજી ભક્તોને દર્શન આપશે. 27મીએ અષાઢી બીજે યોજનાર રથયાત્રામાં  દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે.

અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.  આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે.

જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે. 

Input By : 943629
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget