શોધખોળ કરો
Advertisement
લોકડાઉન-4 : અમદાવાદ-સુરતમાં કઈ કઈ સેવાઓ સંપૂર્ણ બંધ? જાણો વિગત
અમદાવાદ અને સુરતમાં રીક્ષા પર પ્રતિબંધ. જોકે, કેબ કે પ્રાઇવેટ વાહનમાં કરી શકાશે મુસાફરી.
અમદાવાદઃ આજથી ગુજરાતમાં લોકડાઉન-4નો અમલ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ધંધાને છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે કેટલીક સેવાઓ સંપૂર્ણ બંધ રહેવાની છે. ત્યારે આવો જાણીએ અમદાવાદ અને સુરતમાં કઈ કઈ સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે. લોકડાઉન-4 31મી મે 2020 સુધી અમલી રહેશે. તેમજ આ નિયમો પણ લોકડાઉ-4 પૂરતા નક્કી કરાયા છે.
- અમદાવાદ અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ-કોલેજો અને ટ્રેઇનિંગ સેન્ટર બંધ રહેશે.
- અમદાવાદ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં જીમ, સ્વીમિંગ પૂલ, ક્લબ, પબ્લીક ગાર્ડન, ઝૂ, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક, આર્ક્યોલોઝિકલ સાઇટ, બીચ અને બીજા ટૂરિસ્ટ પ્લેસિસ બંધ રહેશે.
- રાજ્યમાં તમામ મોલ બંધ રહેશે.
- અમદાવાદ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે.
- સમગ્ર રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ
- સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ
- રાજ્યમાં સાંસ્કૃતિક, થિયેટર પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ
- અમદાવાદ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં હોટલો પર પ્રતિબંધ
- અમદાવાદ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ફેરિયાઓ પર પ્રતિબંધ(શાકભાજીવાળા સિવાય)
- અમદાવાદમાં એસટી બસ પર પ્રતિબંધ, જોકે, સુરત સહિત રાજ્યમાં અન્ય જગ્યા છૂટ.
- સિટી બસ સેવા પર અમદાવાદ-સુરત સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ
- પ્રાઇવેટ બસ સેવા પર પણ પ્રતિબંધ
- અમદાવાદ અને સુરતમાં રીક્ષા પર પ્રતિબંધ
- રેસ્ટોરન્ટ ફક્ત હોમ ડિલીવરી કરી શકશે. રેસ્ટોરન્ટમાં બેસની જમવા પર પ્રતિબંધ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion