Lok Sabha Elections 2024: અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થતાં 5 વર્ષ લાગશે, જાણો ભાજપના કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન
પાકિસ્તાન પર પ્રહાર કરતાં નડ્ડાએ કહ્યું, પહેલા પાકિસ્તાનથી ગોળી છૂટતી તો દિલ્હી ચૂપ રહેતી હતી. પીએમ મોદીનો સ્ટેન્ડિંગ ઓર્ડર છે, જ્યાંથી ગોળી છૂટે ત્યાં ગોળી અને છોડનાર શાંત ન થાય ત્યાં સુધી ગોળી છોડો.
Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ગરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ પ્રચાર માટે અમદાવાદ આવ્યા છે. તેમણે મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન અંગે જે પી નડ્ડાએ કહ્યું, બુલેટ ટ્રેન શરૂ થતાં 5 વર્ષ લાગશે. કામ ચાલી રહ્યું છે, 5 વર્ષમાં કાર્યરત થઈ જશે.
ઇન્ડીયા ગઠબંધનને ઇન્ડી ગઠબંધન કહી જે પી નડ્ડાએ પ્રહાર કરતાં કહ્યું, ઘમંડીયા ગઠબંધન છે. મોદી ભ્રષ્ટાચાર ખતમ કરે છે, ગઠબંધન બચાવે છે. લાલુ યાદવ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સંજયસિંહ આ બધા જામીન પર છે. અરવિંદ કેજરીવાલ, ડીએમકેના નેતાઓ અને અન્ય બધા જેલમાં છે. એમની સભામાં ખુરસી ખાલી રાખીને પાછા જેલમાં છે તેમ કહીને સન્માન આપે છે.
ગઠબંધન વાળા બધાની પરિવારની પાર્ટી છે, પરિવાર પોષક છે. આ બધા રામ વિરોધી છે, સનાતન વિરોધી અને દેશ વિરોધીઓને પોશનાર છે.
मोदी जी के नेतृत्व में देश के सामान्य मानवी को भी ताकत मिली है।
— BJP Gujarat (@BJP4Gujarat) May 3, 2024
आज गांव, गरीब, दलित, शोषित, वंचित, आदिवासी, किसान, युवा, महिला... सभी का सशक्तिकरण हुआ है।
- श्री @JPNadda pic.twitter.com/cBHuN3wlwM
આજે વિદેશના તમામ નેતાઓ માત્ર ભારતનું જ નામ લે છેઃ જે પી નડ્ડા
પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું, પહેલા પાકિસ્તાનથી ગોળી છૂટતી તો દિલ્હી ચૂપ રહેતી હતી. પીએમ મોદીનો સ્ટેન્ડિંગ ઓર્ડર છે, જ્યાંથી ગોળી છૂટે ત્યાં ગોળી અને છોડનાર શાંત ન થાય ત્યાં સુધી ગોળી છોડો. પહેલા વિદેશના નેતાઓ ભારતનું નામ લેતા એટલે સાથે પાકિસ્તાનને અચૂક જોડતા. આજે વિદેશના તમામ નેતાઓ માત્ર ભારતનું જ નામ લે છે. મનમોહનસિંહ અમેરિકા જતા તો પાકિસ્તાનના આતંકવાદ પર ચર્ચા કરતા. મોદીજી જો બાઈડન સાથે સેમી કન્ડક્ટર પર ચર્ચા કરે છે, એર સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસે તેના પુરાવા માગ્યા.
जो लोग हमारे विरोध में खड़े हैं, उन्हें आपसे कोई लेना-देना नहीं है।
— BJP Gujarat (@BJP4Gujarat) May 3, 2024
वो सेवा के लिए नहीं, मेवा खाने के लिए आए हैं, वो अपने परिवार को बढ़ाने के लिए आए हैं।
- राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी pic.twitter.com/9Hdma3Y8fZ