LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત
LRD exam : LRD પરીક્ષાની જાહેર થયેલી આન્સર-કી માં 1 પ્રશ્નના જવાબને લઈને વિસંગતતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
AHMEDABAD : રાજ્યમાં લોક રક્ષક દળ એટલે કે LRD પરીક્ષાની આન્સર-કી જાહેરાત થતા જ આન્સર-કીમાં રજૂ કરાયેલા જવાબમાં વિસંગતતાનો દાવો કરવામાં આવ્યો છે. LRD પરીક્ષાની જાહેર થયેલી આન્સર-કી માં 1 પ્રશ્નના જવાબને લઈને વિસંગતતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રહો વચ્ચેનું અંતર કઇ રીતે માપી શકાયએ સવાલના જવાબમાં આન્સર-કીમાં વીસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પ્રશ્નનો જવાબ કિલોમીટર કે પ્રકાશવર્ષ એમાંથી શું સાચો જવાબ હોઇ શકે એને લઇને વિસંગતતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે. આ પ્રશ્નના જવાબમાં નેગેટિવ માર્કિંગને લઈને પ્રશ્ન રદ્દ કરવાની અરજી કરવામાં આવી છે.
શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે?
આ અંગેની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ દાખવ્યું છે. હાઇકોર્ટે કહ્યું કે જો ભરતીબોર્ડ કોર્ટની ન્યાયીક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની કોશીષ કરશે તો આખી ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવશે. આ અંગેની અરજી પર વધુ સુનાવણી 21 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
સ્કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં નથી મળી રહ્યાં પાઠ્યપુસ્તકો
રાજ્યમાં હાલ શાળામાં નવું સત્ર હાલ ચાલુ થઈ ગયું છે. સરકાર દ્વારા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે તેવામાં ધોરણ 1-2 ના ભૂલકાઓ શાળામાં ભણવા માટે તૈયાર થઈ ગયા છે. પણ સરકારી પ્રાથમિક શાળામા પાઠ્યપુસ્તકની અછતના લીધે બાળકો પુસ્તક વગરના થયા છે. સ્કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં સુરેન્દ્રનગર અને કચ્છમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યાં નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-1 થી ધોરણ-8 સુધીના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં નહીં મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પાઠ્યપુસ્તકની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ઝડપથી પાઠ્યપુસ્તક મળી રહે તે હેતુસર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ હજુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં નહીં આપતા વિદ્યાર્થીઓના શિક્ષણ ભવિષ્ય ઉપર અસર થાય તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.