શોધખોળ કરો
અમદાવાદઃ લગ્નના બે દિવસમાં જ એવું તે શું થયું કે નવવધૂ પહોંચી પોલીસ સ્ટેશન? જાણો વિગત
હજુ બે જ દિવસ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ પોતાના પતિ સામે ફરિયાદ કરી છે. 29મી એપ્રિલે આ યુવતીના દિલ્લી ખાતે લગ્ન થયા હતા અને લગ્ન પછી અમદાવાદ આવ્યા હતા.
અમદાવાદઃ લગ્નના બે જ દિવસમાં નવવધૂએ પોલીસ સ્ટેશનનું શરણ લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. હજુ બે જ દિવસ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ પોતાના પતિ સામે ફરિયાદ કરી છે. 29મી એપ્રિલે આ યુવતીના દિલ્લી ખાતે લગ્ન થયા હતા અને લગ્ન પછી અમદાવાદ આવ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે)ના 29મી એપ્રિલે દિલ્લી ખાતે કામેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. આ પછી ટ્રેન મારફત બંને અમદાવાદ આવ્યા હતા અને શહેરના કૃષ્ણનગરમાં રહેતા હતા.
કામેશે પ્રિયાને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને ઢોર માર માર્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુવતીએ પોતાની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement