Gandhinagar: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે,20 જિલ્લાના કેન્દ્ર માત્ર ઘઉં-ચોખાથી ચાલી રહ્યા છે
ગાંધીનગર: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે.
ગાંધીનગર: ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં જુલાઈ મહિનાનું એકપણ પ્રકારનું અનાજ પહોંચાડવા આવ્યું નથી. મધ્યાહન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પુરૂ પાડે છે.
ગુજરાતના મધ્યાહન ભોજનમાં ચાલું મહિનાનો અનાજનો જથ્થો નથી આપવામાં આવ્યો. ગુજરાતના ૨૦ જીલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં અને ચોખાથી ચાલતા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ૨૯ હજાર મધ્યાહન ભોજનના કેન્દ્રોમાં આજ સ્થિતિમાં ચાલી રહ્યા છે. જે મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં આવતી જ નથી.
અવાર નવાર સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા આ અનાજની ખરીદી થતી હોય છે તેઓ ગુણવત્તાવાળું અનાજ નથી આપતા તેવી ફરિયાદો ઉઠી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં અંદાજીત ૪૫ લાખ બાળકો મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજનને લઈને સવાલો ઉઠ્યા હોય. આ પહેલા પણ ઘણીવાર મધ્યાહન ભોજન માટે અપાતા અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. જો કે, આ તમામ સવાલો વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.
રોગચાળો વકર્યો
ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે, વળી, તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રૉસેસ પણ કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial