શોધખોળ કરો

Ahmedabad: ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ હિટ રહ્યો કે ફ્લોપ,કેટલા લોકોએ લીધી મુલાકાત અને કેટલું થયું વેંચાણ?

અમદાવાદ: ગુજરાતમાં વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે 2019માં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ: ગુજરાતમાં વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે 2019માં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આના તર્જ પર આ વર્ષે 12 ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલમાં વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો પણ ભાગ બનવાની તક મળી રહી છે. 14 જાન્યુઆરી, ઉત્તરાયણ સુધી એટલે કે કુલ 95 દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલને 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024, 11 નવેમ્બરથી 13 ડિસેમ્બર 2024 અને 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2025 એમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી.

4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 14 હોટસ્પોટ્સ ખાતે યોજાઈ રહ્યો છે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત  ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નું 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ- સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને અમદાવાદ વન, પેલેડિયમ મોલ જેવા શોપિંગ મોલ્સ સહિત 14 હોટસ્પોટ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ફેઝ 1માં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો મુખ્ય ઉદ્દેશ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો, અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને ખરીદીના શોખીનો માટે અમદાવાદને અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. ખાસ તો, ગુજરાતના વ્યવસાયિક સમુદાય અને ઉત્પાદનોને ટેકો મળે અને લોકો સ્થાનિક ચીજવસ્તુઓ, હસ્તકલા અને આધુનિક સાધનો ખરીદવા પ્રેરાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. શોપિંગ ફેસ્ટિવલમાં દૈનિક વસ્તુઓથી માંડીને દુર્લભ વસ્તુઓનું વેચાણ, વિવિધ સ્થળોએ લાઈટ ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ્સ, મ્યુઝિક ફેસ્ટિવલ, સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજીક શો, ફ્લી માર્કેટ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓના કારણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024 સુધીના પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી, જેમાં 7.5 લાખ લોકોએ શોપિંગ ઝોનમાં અને 3.6 લાખ અમદાવાદ વન મોલમાં હાજરી આપી હતી.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના કારણે ઓક્ટોબર 2024માં વાર્ષિક વેચાણ 20.5% વધ્યું
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટ, લકી ડ્રૉ, કૂપન અને આકર્ષક ઇનામોનો લાભ લઈ શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે, વિવિધ દુકાનોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની લાઈટ્સ અને સજાવટના કારણે પણ લોકો ફેસ્ટિવલમાં ભાગ લેવા પ્રેરાયા છે. CG રોડ જેવા રોશનીવાળા વિસ્તારોમાં 30-40 દુકાનોના વેચાણમાં 12-15%નો વધારો થયો છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના કારણે ઑક્ટોબર 2024માં ₹69,904 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું, જે ઑક્ટોબર 2023 કરતાં 20.5% વધારે છે.

આ પણ વાંચો....

એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન - તેમનો સમય પૂરો, હવે તેમને ફેંકી….

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
Embed widget