શોધખોળ કરો

Ahmedabad: ચોમાસાની શરૂઆતમાં જ મચ્છર-પાણીજન્ય રોગચાળો વકર્યો, સ્કૂલોને કરવામાં આવ્યો આદેશ

Ahmedabad: નાના બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહિ તે માટે નિર્ણય તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શેક્ષણિક સંકુલમાં મચ્છરજન્ય રોગચાળા અંગે શાળાઓએ રિપોર્ટ સોંપવો પડશે.

Ahmedabd News: ચોમાસાની શરૂઆત થવાની સાથે જ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જૂન મહિનામાં ડેન્ગ્યુના 11 કેસ અને સાદા મેલેરિયાના 42 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 607 કેસ અને કમળાના 107 કેસ નોંધાયા છે. ટાઈફોઇડના 238 કેસ આવ્યા છે. ચાલુ માસ દરમિયાન લેવામાં આવેલા પાણીના 80 સેમ્પલ ફેઇલ ગયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ થયું દોડતું થયું છે અને મચ્છરની ઉત્તપતિ બાબતે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્કૂલોને શું અપાયો આદેશ

નાના બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહિ તે માટે નિર્ણય તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શેક્ષણિક સંકુલમાં મચ્છરજન્ય રોગચાળા અંગે શાળાઓએ રિપોર્ટ સોંપવો પડશે. જે તે સંકુલના નોડલ અધિકારીઓ દ્વારા AMC ને સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાઓમાં કરવામાં આવેલી સફાઈ અને કામગીરીની તસવીરો મોકલવાની રહેશે ઉપરાંત ખુલ્લા મેદાન,પાણીની ટાંકી અને શૌચાલયમાં સવિશેષ કાળજી રાખવાની રહેશે.

શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં વધારો થયો છે. આ રોગનો ફેલાવો કરતા મચ્છરો ઘરમાં કે ઘરની આજુબાજુમાં જ્યાં ચોખ્ખા પાણીનો સંગ્રહ થાય છે ત્યાંથી ઉત્પન્ન થાય છે, વરસાદનું પાણી હોય કે ઘરમાં ભરવામાં આવેલું કોઈ પણ પાણી હોય જે પાણી હવાના સંપર્કમાં હોય છે, ત્યાં મચ્છર આવીને ઈંડા મૂકે છે, ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ તેમજ ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટેના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વગેરે. આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.

તેથી આ સિઝન દરમિયાન પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા,પાણીની ટાંકી, ફૂલદાની, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે, તે રીતે સફાઈ જાળવો. ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ નહી, તેથી આવી તમામ વસ્તુઓનો નિકાલ કરો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget