શોધખોળ કરો

ગુજરાત સહિત દેશના મોટાભાગના વિદ્યાર્થીઓને તેમના બ્લડ ગ્રૂપની ખબર જ નથી, 40 ટકા વિદ્યાર્થીઓમાં દાંતને લગતી સમસ્યા

વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી માહિતીની નોંધણી તથા તેની જાળવણી કરી તેમને યોગ્ય સંસાધનો કે ઉકેલો ઉપલબ્ધ બનાવવાની કામગીરીમાં શાળાકીય સ્તરે મોટી ઉણપ.

અમદાવાદઃ બાળકોના આરોગ્ય અને તંદુરસ્તીને કેન્દ્રમાં રાખતા યુવા અને અત્યંત ઝડપથી વિકસી રહેલા સ્ટાર્ટઅપ વીક્યુરાએ ઘોષણા કરી હતી કે તેના પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં 10,000 લોકો જોડાયા છે. જે પૈકીનો મોટો હિસ્સો એટલે કે 75 ટકા, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓનો છે. આ અંગે માહિતી આપતા વીક્યુરાના સ્થાપક ધિરજ શર્માએ જણાવ્યું હતું કે આપણાં દેશના માતાપિતા કે શિક્ષકો આરોગ્યની સંપૂર્ણ સમજને પ્રાથમિકતા નથી આપતાં. વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી માહિતીની નોંધણી તથા તેની જાળવણી કરી તેમને યોગ્ય સંસાધનો કે ઉકેલો ઉપલબ્ધ બનાવવાની કામગીરીમાં શાળાકીય સ્તરે મોટી ઉણપ હોવાનું અમે અનુભવ્યું છે. 10,000 વિદ્યાર્થીઓની નોંધણી બાદ શાળાઓ સાથે વહેંચવામાં આવેલા કેટલાંક મહત્વના તારણો અહીં દર્શાવાયા છે.
  • અલ્પ પોષણ ધરાવતા 74 ટકાથી વધુ બાળકોમાં તાવ, ત્વચા પર ચકામા, સતત પેટમાં દુઃખાવા જેવી તબીબી સમસ્યાઓ જોવાઈ હતી. આ તારણની મદદથી શાળાઓ બાળકોના પોષણ પાછળ પોતાના સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે.
  • 43 ટકાથી વધુ વિદ્યાર્થીઓમાં દાંતને લગતી સમસ્યાઓ જોવાઈ હતી. શાળાઓ વ્યક્તિગત ધોરણે વિદ્યાર્થીઓની ફાઈલમાં આ માહિતી રાખે છે, આ આંકડાઓના સંકલનની મદદથી શાળાઓ નિયમિત ધોરણે આ ક્ષેત્રોમાં તબીબી સંસાધનો ઉપલબ્ધ બનાવવા સક્ષમ બનશે.
  • 200 વિદ્યાર્થીઓને એલર્જીસ હોવાનું નોંધાયું. મોટાભાગના માતાપિતા( મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના)ને ખ્યાલ નથી હોતો કે એલર્જીસ એ ચિંતાનો વિષય છે અને તે માટે તબીબી સંભાળ જરૂરી છે. આ લોકોને તેની ગંભીરતા વિશે સમજ અપાઈ અને તેની તરફ ધ્યાન આપવું જરૂરી હોવાનું સમજાવાયું હતું.
વીક્યુરા પ્લેટફોર્મની કામગીરી અને તેના ફાયદા વીક્યુરા પ્લેટફોર્મ એ માત્ર પ્રાથમિક તબીબી રેકોર્ડ્સની જાળવણી કરતા સ્થળથી વિશેષ છે, જ્યાં અમે બાળકોની આરોગ્યની પ્રોફાઈલ તૈયાર કરવામાં મદદરૂપ બનીએ છીએ. માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની હેલ્થ પ્રોફાઈલ જોઈ શકવા ઉપરાંત તેનું વિશ્લેષણ કરી શકે છે અને તેને શેર પણ કરી શકે છે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થીઓ તેમના રસના વિષયો વિશે સમજ કેળવી શકે છે તથા આત્મવિશ્વાસનું સ્તર ચકાસી શકવા ઉપરાંત ભાવિ કામગીરી માટે પોતાને વધુ સજ્જ બનાવવા માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીની પણ ચકાસણી કરી શકે છે. તે દર્દીના તમામ તબીબી રેકોર્ડ્સની સુલભ પહોંચ ઉપલબ્ધ બનાવે છે જે જરૂરિયાતના સમયે યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા માટે વ્યક્તિગત રીતે અને ડોક્ટર્સ માટે ઉપયોગી થઈ પડે છે. વીક્યુરાના બીજા તબક્કામાં માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તીને ડિજિટાઈઝ કરવા પર ભાર મુકાશે. અમે શાળાઓ તથા માતા-પિતાને બાળકોના આરોગ્યને લગતી માહિતીનું વિશ્લેષણ, તેમાં થતાં ફેરફારો, ટ્રેન્ડ્સ, આરોગ્યને લગતી ચિંતાઓ તથા અન્ય જરૂરી બાબતોથી માહિતગાર કરીશું.

ટોપ સ્ટોરી

બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
અમદાવાદને મળ્યા 3 નવા પોલીસ સ્ટેશન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળ્યા 3 નવા પોલીસ સ્ટેશન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
બહેનો માટે ભાઈબીજની ખાસ ભેટ! AMTSની કરી શકશે નિઃશુલ્ક મુસાફરી 
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ સ્થાનિક સ્ટોલ પરથી કરી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં પણ તેજી
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્કવોડ દ્રારા સધન ચેકિંગ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Embed widget