National Games: 36મી નેશનલ ગેમ્સ 2022ના લોગોનું સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ
National Games 2022 Logo: આગામી 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાવાની છે. જે પહેલા આજે ૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
National Games 2022 Logo: આગામી 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાવાની છે. જે પહેલા આજે ૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોગોનું અનાવરણ તેમજ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગુજરાત ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સના આયોજનનું કેન્દ્ર બનશે. ઇન્ડિયન ઓલમ્પિક અને ગુજરાત ઓલમ્પિક એસોસિએશન સાથે રાજ્ય સરકારે એમ.ઓ.યુ કર્યા છે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 36મી નેશનલ ગેમ્સ સંદર્ભે MoU તથા લોગો લોન્ચિંગ. સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર. https://t.co/3ohIu0DwZv
— CMO Gujarat (@CMOGuj) July 22, 2022
કોંગ્રેસ કાર્યાલય ખાતે બજરંગદળના કાર્યકરોએ નેતાઓના ચહેરા પર લગાવી કાળી શાહી
અમદાવાદઃ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસી નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવાની ઘટના સામે આવતા રાજકારણ ગરમાયું છે. વહેલી સવારે કોઈ અજ્ઞાત લોકોના ટોળાએ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે લાગેલ વિવિધ પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. વહેલી સવારે 15 થી 20 લોકોના ટોળાએ આવું કાર્ય કર્યું હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો છે. જગદીશ ઠાકોરના લઘુમતી સમાજ પર કરેલા નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, તેમ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું. કોંગ્રેસ ભવન પર હજ હાઉસ એવું લખાણ પણ લખવામાં આવ્યું છે.
ખાનગી તબીબોની હડતાળ
ગાંધીનગરઃ રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર જશે. ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરશે. હડતાળને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉંડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દુર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્ધારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ગુજરાતના 30 હજાર જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી હડતાળ પર ઉતરશે. જેમાં ઓપીડી અને ઈમરજંસી સહિતની તમામ સેવા બંધ રખાશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચે આ જાહેરાત કરી હતી. જેમાં આઈએમએ સાથે સંકળાયેલી અમદાવાદની બે હજાર સહિત રાજ્યની ચાર હજારથી વધુ હોસ્પિટલો બંધમાં જોડાશે. આ નિર્ણયને કારણે હજારોની સંખ્યામાં સર્જરી અટકી પડશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના કાર્યાલયે સવારે 11 વાગ્યે તબીબો દેખાવો કરશે. ત્યાર બાદ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર તેમજ સાંસદોને આવેદનપત્ર આપશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચ સાથે સંકળાયેલા ડૉ.મુકેશ મહેશ્વરી અને ડૉક્ટર કમલેશ સૈની સહિતના તબીબોએ જણાવ્યું કે હજારોની સંખ્યામાં ઓપરેશન અટકી પડશે તે નક્કી છે. ઈમરજન્સીમાં જે દર્દી આવશે તેમને નજીકની સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે. આઈસીયુ ન હોય તો મૃત્યુઆંક પણ વધી શકે તેમ છે. નિર્ણયનો અમલ કરતા પહેલા તબીબી સંગઠનના અભિપ્રાય લેવા જરૂરી છે.