શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણને લઈ શું આવ્યા રાહતના સમાચાર ? જાણો વિગતે
કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે અમદાવાદ શહેર માટે રાહત સમાચાર સામે આવ્યા છે. આજે 12 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરાયા છે.
અમદાવાદ: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે અમદાવાદ શહેર માટે રાહત સમાચાર સામે આવ્યા છે. આજે 12 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરાયા છે. આજે એક પણ નવા વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં નથી આવ્યો છે. હાલ કુલ 86 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. હવે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના આજે 239 કેસ નોંધાયા છે. જ્યારે આજે 259 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના વાયરસના સંક્રમણથી 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1175 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion