શોધખોળ કરો
કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા રાહતના સમાચાર ? જાણો
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં થોડો ઘટાડો થયો છે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ફાઈલ તસવીર
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં થોડો ઘટાડો થયો છે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા એક પણ વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. જૂના પાંચ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 50ની અંદર આવી ગઈ છે. જુના 5 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. નવા એક પણ વિસ્તારનો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. હાલ શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 49 પર પહોંચી છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1115 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 8 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4211 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના આજે 224 કેસ નોંધાયા છે, જેની સામે આજે 221 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના સંક્રમણના કારણે 4 લોકોના મોત થયા છે.
વધુ વાંચો




















