શોધખોળ કરો

ગુજરાતના કયા બે જાણીતા શહેરમાં નહીં નીકળે તાજીયા? જાણો વિગત

અમદાવાદમાં પોલીસ અધિકારી અને તાજીયા કમીટી વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઝુલુસ પર પ્રતિબંધ હોવાથી તાજીયા ન નિકાળવા નિર્ણય લેવાયો છે.

અમદાવાદઃ આ વખતે કોરોના મહામારીને પગલે મહોરમ પર અમદાવાદ અને રાજકોટ શહેરમાં તાજીયા ઝુલુસ નહીં નીકળે. અમદાવાદમાં પોલીસ અધિકારી અને તાજીયા કમીટી વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઝુલુસ પર પ્રતિબંધ હોવાથી તાજીયા ન નિકાળવા નિર્ણય લેવાયો છે. જે જગ્યાએ તાજીયાની સ્થાપના કરી હશે તે જ જગ્યાએ તાજીયાને ઠંડા કરવાના રહેશે. મનંતના તાજીયા હોય તે પણ બહાર ઝુલુસ રૂપે નહિ નિકળે.

રાજકોટ શહેરમાં ફણ તાજીયા ઝુલુસ નહિ નીકળે. પોલીસ વિભાગ દ્વારા નિર્ણય જાહેર કરાયો છે. તાજીયા કમિટી સાથે બેઠક કરીને નિર્ણય જાહેર કરાયો છે. 

ગુજરાતના તમામ વાહનધારકો મોટા સમાચાર, જાણો કાલથી આવી રહી છે શું નવી નીતિ?

ગાંધીનગરઃ ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં આવતી કાલે 13મી ઓગસ્ટે જાહેરાત થશે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના સવા કરોડથી વધુ જૂનાં વાહનોને  ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે યોજના જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્ક્રેપ પોલિસીના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને તેના પર બનેલી હોટલની પણ મુલાકાત લઈ શકે છે. સાયન્સ સીટીની પણ મુલાકાત લઈ શકે છે.

કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. રૂપાણી સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે.

કેન્દ્ર સરકારે  માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારોને કહેવામાં આવતાં સ્ક્રેપ પોલિસી બનાવાઈ છે.  ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત કરીને કહેવાયું હતું કે.  15 વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે. આ પોલિસી  રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ 'R' પર આધારિત છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ નીતિના આધારે ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે.

ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે.  દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટેKankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Embed widget