Ahmedabad Rain: સામાન્ય વરસાદે ખોલી AMC ની પોલ, આ ગરનાળું કરાયું બંધ
હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
Rain Forecast: બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાંખી છે. ચાંદલોડિયાથી શાયોના સિટી તરફ જવાનું ગરનાળું બંધ કરાયું છે. પ્રશાસન દ્વારા પાણી કાઢવા વોટર ફાઇટર મુકવામાં આવ્યા છે. અંડરપાસ કોર્ડન કરી બંધ કરાયો છે.
અમદાવાદમાં યલો એલર્ટ
બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જામ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી વાવાવરણને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી ઘટીને 31.9 નોંધાયું છે.
બિપરજોય વાવાઝડાના કારણે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આજે સવારથી ભારે પવન સાથે અમદાવાદના બોપલ, સેલા, ઇસ્કોન, પ્રહલાદનગર, સાઉથ બોપલ,શીલજ, સહિત અમદાવાદના મોટાભાગના શહેરમાં મેઘાંડબરના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસ્યો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં નવ ઈંચ વરસાદ
- કચ્છના માંડવીમાં પોણા નવ ઈંચ વરસાદ
- કચ્છના ભચાઉ, ભૂજમાં આઠ આઠ ઈંચ વરસાદ
- કચ્છના મુન્દ્રામાં આઠ ઈંચ વરસાદ
- કચ્છના રાપરમાં પોણા આઠ ઈંચ વરસાદ
- કચ્છના નખત્રાણામાં સાત ઈંચ વરસાદ
- જામનગર તાલુકામાં સવા છ ઈંચ વરસાદ
- કચ્છના ગાંધીધામમાં છ ઈંચ વરસાદ
- દ્વારકાના ખંભાળીયામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- દ્વારકા તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
- બનાસકાંઠાના વડગામમાં સવા ચાર ઈંચ વરસાદ
- ધાનેરા, લોધિકા, લખપત,કાલાવડમાં ચાર ચાર ઈંચ વરસાદ
- ચુડા, રાજકોટ, દિયોદરમાં ચાર ચાર ઈંચ વરસાદ
- વાંકાનેર, રાધનપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- જોડીયા, હારીજ, વડાલીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- ટંકારા, મોરબી, સંતરામપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- ભાભર, પોશિના, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સુઈગામ, ડીસા, ખેડબ્રહ્મામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
- સમી, સતલાસણા, અબડાસા, ધ્રોલમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
- ચોટીલા, હળવદ, પાલનપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- ઈડર, માળીયા મિયાણા, પાટણમાં અઢી ઈંચ વરસાદ
- જામકંડોરણા, અમીરગઢમાં અઢી અઢી ઈંચ વરસાદ
- કોટડાસાંગાણી, દાંતા, મહેસાણામાં બે બે ઈંચ વરસાદ
- લાલપુર, વઢવાણ, સિદ્ધપુરમાં બે બે ઈંચ વરસાદ
- પડધરી, બેચરાજી, થરાદ, સરસ્વતિમાં બે બે ઈંચ વરસાદ
- વિજાપુર, વિજયનગર, લાખણીમાં બે બે ઈંચ વરસાદ
- ઉફલેટા, અમદાવાદ શહેર, જોટાણામાં પોણા બે ઈંચ વરસાદ
- વાવ, લખતર, મુળીમાં પોણા બે ઈંચ વરસાદ
- પ્રાંતિજ, થાનગઢ, ધોરાજીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- મારત, માણસા, સાયલા, હિંમતનગરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- કાંકરેજ, કલ્યાણપુર, ગોંડલ, ધનસુરામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- ચાણસ્મા, દેત્રોજ, સંખેશ્વર, દહેગામમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- લિંબડી, કલોલ, ખેરાલુ, જેતપુર, તલોદમાં સવા સવા ઈંચ વરસાદ
- ભેંસાણ, ધ્રાંગધ્રા, કુતિયાણામાં સવા સવા ઈંચ વરસાદ
- મહેમદાવાદ, ખેડા, વિરમગામમાં એક એક ઈંચ વરસાદ
- મહુધા, સાણંદ, માંડલમાં એક એક ઈંચ વરસાદ
- વિસાવદર, મેંદરડા, ધંધુકામાં એક એક ઈંચ વરસાદ
- કઠલાલ, દાંતિવાડા, જામજોધપુરમાં એક એક ઈંચ વરસાદ