શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ કયા એક જ જિલ્લામાં છે 100થી ઓછા કેસ?
ઉત્તર ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3343 એક્ટિવ કેસો છે. આ પછી મહેસાણામાં 437 અને ગાંધીનગરમાં 319 એક્ટિવ કેસો છે. અરવલ્લી જિલ્લામાં હાલ, 28 એક્ટિવ કેસો છે.
ઉત્તર ગુજરાતમાં કુલ એક્ટિવ કેસો 4600 છે. આ પછી દક્ષિણ ગુજરાતમાં 4200, સૌરાષ્ટ્ર-કચ્છમાં 2616 અને મધ્ય ગુજરાતમાં 1432 એક્ટિવ કેસો છે. આમ, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો છે. મોતની સંખ્યામાં પણ ઉત્તર ગુજરાત નંબર વન છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં કોરોનાથી 1711 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1579 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા 108 લોકોના કોરોનાથી મોત થયા છે.
Sr No | District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
1 | Ahmedabad | 3343 | 217613 | 20954 | 230221 | 1579 |
4 | Aravalli | 28 | 7860 | 248 | 1345 | 24 |
5 | Banaskantha | 170 | 15122 | 446 | 2864 | 16 |
13 | Gandhinagar | 319 | 13980 | 952 | 23289 | 41 |
20 | Mehsana | 437 | 10504 | 288 | 364 | 17 |
25 | Patan | 184 | 9104 | 316 | 42 | 26 |
28 | Sabarkantha | 119 | 10873 | 256 | 8108 | 8 |
Total | 4600 | 285056 | 23460 | 266233 | 1711 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement