શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન: પીએમ મોદી અને અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે.

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ  જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદી પણ ગુજરાતની ચૂંટણીને લઈને સક્રીય થયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા ગુજરાત આવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગર આવશે. અને ત્યાર બાદ 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જશે. જો આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત સાઙ પણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગૃહમંત્રી 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આ વખતે બે દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. છે. તેઓ 10 અને 11 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ભાજપના દિગ્ગજ કોળી નેતાએ સમાજની બેઠક બોલાવી

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે અચાનક બેઠક યોજતા રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોળી સમાજના આગેવાનો સાથે અચાનક બેઠક યોજતા રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લામાં કોળી સમાજના મતોનું વધુ પ્રભુત્વ હોય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ બેઠક યોજતા નવા જૂની થવાના એંધાણ છે. પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા બળવો કરી વેલનાથ સેના હેઠળ વિધાનસભામાં ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોળી સમાજના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કુંવરજીભાઈ બાવળિયાએ મોટું નિવેદન, મોટા નેતાનો હાથ હોઈ એવું બની શકે. કોઈ નો હાથ હોઈ તો કાંઈ નો ફેર પડે.

'.... પછી ખાવાનો વારો આવે, પૈસા માંગો ને પછી RTI કરો', કુંવરજી બાવળીયાની ઓડિયો ક્લિપ વાયરલ તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકાવ્યા

જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ઓડીયો વાઇરલ થઈ છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાનભાઈ સરવૈયાને ધમકી આપતી ઓડીઓ વાઇરલ થઈ છે. જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાએ પડકાર ફેંક્યો. પૈસા માંગી અને આર.ટી.આઈ. કરશો તો ખાવાનો વારો આવશે, તેમ કુંવરજી બાવળિયા ધમકી આપી રહ્યા છે. ગટરની લાઈનનું નબળું કામ થયું હોય ત્યારે સદસ્યએ આર.ટી.આઈ.ની વાત કરતા કુંવરજીભાઈ લાલઘૂમ થઈ ગયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget