Gujarat Election 2022: વડાપ્રધાન મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું, કહ્યુ-શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે
![Gujarat Election 2022: વડાપ્રધાન મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું, કહ્યુ-શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન PM Modi Cast His Vote First Photo Gujarat Assembly Election 2022 at Sabarmati Constituency Gujarat Election 2022: વડાપ્રધાન મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું, કહ્યુ-શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/05/41481680b2344128c1f499066fd9e46f167021283734074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે.વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપના નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ મતદાન બાદ કર્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન. ગુજરાતની જનતાએ લોકશાહીનો પર્વ સારી રીતે ઉજવ્યો છે. તમામ ગુજરાતની જનતાનો આભાર.
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
ચૂંટણી પંચના આંકડા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામા નવ વાગ્યા સુધીમાં સરેરાશ 4.63 ટકા મતદાન થયુ છે. અમદાવાદના જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 4.20 ટકા મતદાન થયું છે. આણંદ જિલ્લામાં નવ વાગ્યા સુધીમા 4.92 ટકા મતદાન થયું છે. અરવલ્લી જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 5.36 ટકા મતદાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 5.36 ટકા મતદાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 4.54 ટકા મતદાન, દાહોદ જિલ્લામાં નવ વાગ્યા સુધીમાં 3.37 ટકા મતદાન થયું હતુ.
Gujarat polls second phase: PM Modi casts vote in Ahmedabad
— ANI Digital (@ani_digital) December 5, 2022
Read @ANI Story | https://t.co/EcAkh4vCca
#GujaratAssemblyPolls #PMModi pic.twitter.com/qSXJDBNZc4
14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)