Ahmedabad: અમદાવાદમાં સમુહ લગ્નમાં મચ્યો હોબાળો, લ્યો બોલો! આયોજકોએ કંકોત્રીમાં લખેલો કરિયાવર જ ન આપ્યો
અમદાવાદ: માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાથીજણ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં સમૂહ લગ્નમાં કરિયાવર ન મળતા વરઘોડિયાઓએ હોબાળો મચાવ્યો છે. 21 જોડાઓ આજે સપ્તપદીના ફેરા આ સમૂહ લગ્નમાં લઈ રહ્યા છે.
અમદાવાદ: માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાથીજણ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં સમૂહ લગ્નમાં કરિયાવર ન મળતા વરઘોડિયાઓએ હોબાળો મચાવ્યો છે. 21 જોડાઓ આજે સપ્તપદીના ફેરા આ સમૂહ લગ્નમાં લઈ રહ્યા છે. 51 સો રૂપિયા લગ્ન માટે રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા નવદંપત્તિઓને સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કંકોત્રીમાં લખેલો કરિયાવર નથી આપ્યો જેને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ આયોજકો દ્વારા બચાવ કરવામાં આવ્યો કે દાતાઓએ દાન આપ્યું નથી. હાલમાં આયોજકોને પોલીસ લઇ ગઈ છે. ઘટનાને પગલે વાતવરણ તંગ બની ગયું હતું.
રાજ્યમાં હજુ પણ થશે માવઠું
હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. આજે બનાસકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારમાં હજુ પણ પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં 28 એપ્રિલ સુધી તાપમાનમાં વઘારો થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ હવે આગળ વધશે. જેના કારણે 28થી કે 28 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. જો આ સ્થિતિ બની રહશે તો રાજ્યમાં 27 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે અને કે પહેલી કે બીજી મે સુધી રાજ્યમાં છૂટછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળશે. જેની શરૂઆત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી થઇ શકે છે. બાદ કચ્છ ભૂજ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન પલટો જોવા મળી શકે છે.
રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના કેટલાક શુક્રવારે દિવસના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના બાંસવાડામાં સૌથી વધુ 39.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.બાંસવાડામાં પણ સૌથી વધુ 26.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બાંસવાડા સિવાય રાજ્યના કોઈપણ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસને પાર નથી થયું. હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.