News: અમદાવાદમાં હવામાં પ્રદુષણ વધ્યુ, એર ક્વૉલિટી ઇન્ડેક્સ 239 પૉઇન્ટે પહોંચ્યો
રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે
Ahmedabad Pollution News: રાજ્યમાં સતત હવા પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, રાજ્યના મોટા શહેરોમાં હવા પ્રદુષણના આંકડાઓ ચોંકાવનારા રહ્યાં છે, હવે આ લિસ્ટમાં અમદાવાદમાં ચિંતા ખુબ વધી ગઇ છે. શહેરના પીરાણા વિસ્તારમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદુષણ 239 પૉઇન્ટથી ઉપર નીકળ્યુ છે. જે શહેરીજનો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં એર પૉલ્યૂશનમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદના પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યુ છે. પીરાણા વિસ્તારમાં અત્યારે એર ક્વૉલિટી ઇન્ડેક્સ 239 પૉઇન્ટ જોવા મળ્યો છે. આ એર ઇન્ડેક્સ ક્વૉલિટી પ્રમાણે પીરાણામાં હવાની ગુણવત્તા નબળી થઇ ગઇ છે. ખાસ વાત છે કે, પીરાણા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સની સાથે સાથે ખાવાની ગુણવત્તા પણ નબળી રહી છે, જેમાં નવરંગપુરા, એરપોર્ટ, રખિયાલ, રાયખડ સેટેલાઈટ, બોપલ વિસ્તારમાં ખાવાની ગુણવત્તા મધ્યમ સ્તરની નોંધાઇ છે. અમદાવાદમાં ઓવરોલ એર ક્વૉલિટી ઇન્ડેક્સ 132 પૉઇન્ટનો રહ્યો છે. નવરંગપુરા અને રખિયાલ વિસ્તારમાં 176, એરપોર્ટ વિસ્તારમાં 130 એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.
ભારતના સૌથી વધુ પ્રદૂષિત બિહાર
ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ છે. અહીંની હવામાં ઘણું પ્રદૂષણ જોવા મળે છે. અહીંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ થવાની પણ સંભાવના છે. પટનાઃ બિહારની રાજધાની પટના પણ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. તમે શહેરના ઘણા ખૂણે કચરો જોઈ શકો છો. આ શહેરમાં સાંજે 95.5PMથી વધુ વાયુ પ્રદૂષણ નોંધાયું હતું. ગાઝિયાબાદઃ દિલ્હીની નજીક આવેલું ગાઝિયાબાદ ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ શહેરનું AQI સ્તર 354 કરતાં વધુ હતું. અહીં રહેતા લોકોમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.