અમદાવાદઃ સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતાં ફોન કર્યો પણ 108 ના આવી, ફૂટપાથ પર આપ્યો બાળકને જન્મ ને.....
ગત 21 એપ્રિલે સગર્ભાએ ફૂટપાથ પર બાળકને જન્મ આપ્યો હતો. કલાકો સુધી રોડ પર દર્દથી કણસતી મહિલાને સ્થાનિકોના કહેવાથી રીક્ષા ચાલક સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ ગયો હતો. અહીં ડોક્ટરે નાળ કાપી મહિલાને સારવાર આપી હતી.
અમદાવાદઃ શહેરના સરખેજ રોડ પર 108માં ફોન કરવા છતાં પણ એમ્બ્યુલન્સ ન આવતાં સગર્ભાએ ફૂટપાથ પર બાળકને જન્મ આપ્યો હતો. કોરોના મહામારીને કારણે એમ્બ્યુલન્સ આવી નહોતી.
મળતી વિગતો પ્રમાણે, ગત 21 એપ્રિલે સગર્ભાએ ફૂટપાથ પર બાળકને જન્મ આપ્યો હતો. કલાકો સુધી રોડ પર દર્દથી કણસતી મહિલાને સ્થાનિકોના કહેવાથી રીક્ષા ચાલક સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ ગયો હતો. અહીં ડોક્ટરે નાળ કાપી મહિલાને સારવાર આપી હતી. પતિ પાસે પૈસા ન હોવાથી ડિલવરીના દિવસે પણ મહિલાએ માત્ર ચા-બિસ્કિટ ખાતા હતા. આ દ્રશ્યો જોયા પછી સ્થાનિકો મદદે આવ્યા હતા.
મૂળ ગાંદીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામનો પરિવાર બે વર્ષથી અમદાવાદમાં રહે છે. 15 લોકોનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવાર સરખેજ રોડ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ફૂટપાથ પર રહે છે. કોરોના મહામારીમાં અશોકની પત્ની કપીલાબેન ગર્ભવતી હતી.
મજૂરીકામ મળતું ન હોવાથી પરિવાર પાસે પૈસા ન હોવાથી સ્થાનિક લોકો પાસેથી માંગીને ઘરના સભ્યો પોતાનું ભરણ પોષણ કરી રહ્યા હતા. દરમિયાન ગત 21મીએ કપિલાબેનને વહેલી સવારે પ્રસવની પીડા ઉપડી હતી. જેથી તેઓ કણસતા હતા, પરંતુ કોઈ મદદે ન આવ્યું હતું. અંતે મહિલાએ બાળકીને ફૂટપાથ પર જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ પછી પણ સારવાર ન મળતા મહિલા પીડાતી હતી.
સ્થાનિકોએ 108માં ફોન કર્યો હતો, પરંતુ કોવિડ દર્દી સિવાય કોઈ ઇમરજન્સી હેન્ડલ ન થતી હોવાનું જણાવ્યું હતું. આથી દર્દથી પીડિતા મહિલાને સારવાર માટે સરખેજ અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જવાયા હતા. અહીં ડોક્ટરે કપિલાબેનની નાળ કાપી અને માતા-બાળકીની સારવાર શરૂ કરી હતી. બે દિવસ અહીં સારવાર આપ્યા પછી તેમને રજા આપવામાં આવી હતી.