શોધખોળ કરો

Ahmedabad: પ્રમુખ સ્વામીનગરની તૈયારીઓ પૂર્ણ, PM મોદી અને મહંત સ્વામીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે

પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામીનગરની મોટાભાગની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ છે.

અમદાવાદ:  પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામીનગરની મોટાભાગની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ છે.  14 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખ સ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકવામાં આવશે.  આ ભવ્ય સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહેશે.

ઉદ્ધાટન સમારોહમાં એક લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે. આ ઉદ્ધાટન સમારોહમાં બીએપીએસના યુવા કાર્યકરો અને સંતોએ તૈયાર કરવામાં આવેલ વિવિધ નૃત્ય અને કલા રજુ કરવામાં આવશે.  શતાબ્દી મહોત્સવના એક મહિનાના કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશના અનેક વીવીઆઈપી મહેમાનો પધારશે. ઉદ્ધાટનના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ શકશે.  600 એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશ દ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.  
સાથે સાથે આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે. 600 એકરમાં તૈયાર થયેલ નગર માટે 250 કરતા વધુ બિલ્ડરો અને ખેડૂતોએ નિઃસ્વાર્થ સહયોગથી જમીન આપી હતી.  જે બાદ સતત દોઢ વર્ષની મહેનત બાદ આ નગર તૈયાર કરવામાં આવ્યું છે.  પ્રમુખસ્વામીનગરની વિશેષતાઓમાં અનેક તૈયારીઓ કરવામાં આવી છે.  જેમાં સાત ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે.  જેમાં મુખ્ય પ્રવેશદ્વારને સંતદ્વાર નામ અપાયું છે.  જેમાં ભારતના 28 જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઉંચી મૂર્તિઓ મુકવામાં આવી છે. 

મુખ્ય પ્રવેશ દ્વાર સામે પ્રમુખ સ્વામી મહારાજની 30 ફુટ ઉંચી સ્વર્ણિમ પ્રતિમા  15 ફુટ ઉંચાઈ ધરાવતી પીઠીકા પર મુકવામાં આવી છે.  તો તેની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યાને દર્શાવવામાં આવી છે.  જ્યારે બાળકો માટે બાળનગરી તૈયાર કરવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે નગરીનું સંચાલન 4500થી વધુ બાળકો સંચાલિક કરશે.  સાથે સાથે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.  જેની બાજુમાં દસ એકરમાં ફેલાયેલો ગ્લો ગાર્ડન તૈયાર કરાયો છે.  જેમાં આઠ હજાર જેટલા ફુલો મુકવામાં આવ્યા  છે.  વિવિધ કદના પ્રાણીઓ, ધાર્મિક ચિહ્નો અને ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જે સાંજના સમયે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો એક સાથે 20 હજાર મુલાકાતીઓ નિહાળી શકશે. 

આ સાથે જ વિવિધ થીમના પાંચ પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા  છે.  તેમજ 125થી વધુ બાથરૂમ અને ટોયલેટ તૈયાર કરાયા છે.  જેની સાફસફાઈ નિયમિત થાય તે માટે 2200થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. અન્ય સ્વયંસેવકોની વાત કરીએ તો મહોત્સવ સર થશે ત્યારે નગરમાં 80 હજાર જેટલા સ્વંયસેવકો નગરની જવાબદારી સંભાળશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો, દરરોજ સાંજે ભક્તિ-કિર્તન આરાધના પણ યોજાશે.  600 એકરમાં તૈયાર થયેલ નગર ગુજરાતનો આ પ્રથમ મહોત્સવ છે.  જેમાં દરરોજ બેથી અઢી લાખ મુલાકાતીઓ આવાની શક્યતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget