Rahul Gandhi Defamation Case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે ? ગુજરાત હાઇકોર્ટ આજે આપશે ચુકાદો
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી
Rahul Gandhi Defamation Case: મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) સવારે 11 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી.
દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.
શું કહી રહ્યા છે ભાજપ અને કોગ્રેસ?
રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાએ દલીલ કરી છે કે દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે.
બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણ મામલે સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મોદી અટક ધરાવતા લોકોને બદનામ કર્યા છે. અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના આદેશને પડકારવામાં પૂરતી તત્પરતા દર્શાવી ન હતી કારણ કે પાર્ટી કર્ણાટકની ચૂંટણીઓ પહેલા આને લાવવા માંગતી હતી. સવાલો ઉઠી રહ્યા હતા કે, કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સજા પછી કોઇ કાર્યવાહી કરવામા આવી નહોતી. જેના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે, અમને ખબર છે કે ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે, કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય હતો.
Join Our Official Telegram Channel: