આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો






















