શોધખોળ કરો

અમદાવાદઃ લોકડાઉનમાં નોકરી શોધી રહેલી યુવતીને હોટલમાં બોલાવી ત્રણ શખ્સોએ ગુજાર્યો બળાત્કાર ને બનાવ્યો વીડિયો

રેડિસન બ્લુ હોટલના રૂમમાં હતા ત્યારે કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ કર્યું હતું અને તેના અશ્લીલ ફોટો- વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા.

અમદાવાદઃ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ બેફામ બની રહી છે ત્યારે આ જ મામલે હેવાનિયતની સીમા પાર થાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનમાં નોકરીથી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની તલાશમાં હતી ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. માલદેવ ભરવાડે કોર્પોરેટ જગતમાં સારી નોકરી અપાવવા માટે તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી અને ત્યાં મિટિંગના નામે અન્ય 2 શખ્સો પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી પણ આવ્યા હતા. રેડિસન બ્લુ હોટલના રૂમમાં હતા ત્યારે કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ કર્યું હતું અને તેના અશ્લીલ ફોટો- વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. કોર્પોરેટ ઇવેન્ટના નામે તેને અમદાવાદની મોટી મોટી હોટલો જેમકે રેડિસન બ્લુ, નોવાટેલ, કેલીસમાં લઈ જતા હતા અને ત્યાં તેને બ્લેકમેઇલ કરીને અથવા ડરાવી ધમકાવીને અથવા નોકરીની લાલચ આપીને તેનું શોષણ કરતા હતા. આરોપી પ્રજ્ઞેશના ફ્લેટ ઉપર પણ લઈ જઈને તેની સાથે માલદેવ ભરવાડ, જૈમિન, પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કોર્પોરેટ ઇવેન્ટની લાલચ આપીને તેને ઉદેપુર પણ લઈ ગયા હતા. ત્યાં એમડી ડ્રગ્સ અને દારૂના નશામાં હેવાન બનીને એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે
ઉદેપુર આવતા જતાના રસ્તામાં ગાડીમાં તેની સાથે બંધુકની અણીએ શારીરક ચેડાં કરતા હતા. આર્થિક અકળામણ અને આ તમામના ભય થી ગભરાયેલી યુવતીને થયું કે આ તમામ લોકો માત્ર તેનો ભોગવી રહ્યા છે અને નોકરીના તમામ વાયદાઓ જુઠ્ઠા છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. આ મામલે 3 નવેમ્બરે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી અને ઘટનાની ગંભીરતાને જોતા હવે આની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. ઓગસ્ટ 2020થી ઓકટોબરના લગભગ 2થી અઢી મહિનાના સમયગાળા દરમ્યાન આ સમગ્ર ઘટનાઓ બની હતી. આ મામલે જૈમિન, પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીતેન્દ્ર ગોસ્વામી છે. આ 4 સિવાય ફરિયાદ કુલ 5 લોકો સામે નોંધાઈ છે, જેમાં 5મુ નામ પ્રજ્ઞેશની પત્ની નીલમ પટેલનું છે. નીલમનો આ સમગ્ર ઘટના માં શું રોલ છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.. આ પાંચેય સામે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે જીતેન્દ્ર ગોસ્વામી અને માલદેવ ભરવાડ પહેલથી લગભગ ગત 7 થી 8 દિવસના સમયથી જમીન પચાવી પડવાના ગુનામાં જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબ્જો મેળવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget