શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: સુભાષબ્રિજ પરથી યુવતીએ ઝંપલાવ્યું, સિક્યૂરિટી ગાર્ડ બચાવવા જતા બંનેના મોત
રિવરફ્રન્ટ વોક વે વિસ્તારમાં ફરી રહેલી એક વિદ્યાર્થીની નદીમાં ડૂબી જેમાં તેનું મોત થયું છે. જો કે આ વિદ્યાર્થીને ડૂબતા જોઈ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદ: અમદાવાદમાં સુભાષિબ્રિજ પાસે નદીમાં ડૂબવાથી બેના મોત થયા છે. રિવરફ્રન્ટ વોક વે વિસ્તારમાં ફરી રહેલી એક વિદ્યાર્થીની નદીમાં ડૂબી જેમાં તેનું મોત થયું છે. જો કે આ વિદ્યાર્થીને ડૂબતા જોઈ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનુ પણ ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે વિદ્યાર્થીની મૂળ રાજસ્થાનના બાડમેરની રહેવાસી છે. જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સુભાષબ્રિજ પાસે 200 મીટર નજીક જ એક મહિલા રિવરફ્રન્ટમાં પડી, જેને બચાવવા એક રાહદારી નદીમાં પડ્યો હતો. જો કે વિદ્યાર્થિની અને સિક્યુરિટી ગાર્ડને બચાવવા આવેલ ફાયરના જવાનોએ બાજુમાં જ મહિલા અને રાહદારીને નદીમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા જેથી તેનો જીવ બચી ગયો છે. પરંતુ વિદ્યાર્થિની અને સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને ઘટના અલગ-અલગ છે જેનો એકબીજા સાથે કોઇ સંબંધ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion