'સીટા ફાઉન્ડેશન' દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 'સ્ટોપ પનિશિંગ - સ્ટાર્ટ નરિશિંગ' વિષય પર વર્કશોપનું આયોજન
મહિલાઓ પોતાના અને પરિવારના ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસની સારી રીતે સાર સંભાળ રાખી શકે તે માટે આ વર્કશોપમાં ફિટનેસ એક્સપર્ટ 'ભાવિકા પટેલ' અને સાઇકથેરપિસ્ટ 'મૃંગાંક પટેલે' ઉપરોક્ત વિષયને લગતા ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટેના ફંડા શીખવ્યા હતા.
'સીટા ફાઉન્ડેશન' દ્વારા "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણીના ભાગરૂપે "સ્ટોપ પનિશિંગ - સ્ટાર્ટ નરિશિંગ" વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના અને પરિવારના ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસની સારી રીતે સાર સંભાળ રાખી શકે તે માટે આ વર્કશોપમાં ફિટનેસ એક્સપર્ટ 'ભાવિકા પટેલ' અને સાઇકથેરપિસ્ટ 'મૃંગાંક પટેલે' ઉપરોક્ત વિષયને લગતા ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટેના ફંડા શીખવ્યા હતા.
આ વર્કશોપમાં કેટલાક મહત્વના મુદ્દા આવરી લેવામાં આવેલા જેમકે, તંદુરસ્ત બનવાનો પ્રયત્ન કરતી વખતે મોટાભાગના લોકોએ કરેલી સામાન્ય ભૂલો જેવી કે "જમવાનું સ્કિપ કરવું, ઝડપી ખાવાની ટેવ, રુટિન વિરુદ્ધના હેલ્થ પ્લાન, વધારે પડતી કે ખૂબ ઓછી ઉંઘ વગેરેને આપણે કેવી રીતે ટાળી શકીએ, કોઈપણ ગિમિક, ગોળીઓ અથવા હાસ્યાસ્પદ નિયમો વિના જીવનમાં સ્વસ્થ કેવી રીતે રહેવું વગેરે. વધુમાં તેમણે જણાવ્યું કે તંદુરસ્તી માટે ખોરાક કેવી રીતે અને ક્યારે ખાવ છો તે મહત્વનું છે. ખોટા અને અયોગ્ય પરેજી પાળવાના નિયમોથી દૂર રહો.
આ પ્રસંગે "સીટા ફાઉન્ડેશન"ના ટ્રસ્ટી "અંકિતા સુતરીયા"એ કહ્યું કે "તંદુરસ્ત રહેવા માટેની પહેલી શરત છે કે "તમે તમારી જાતને અને તમારા સ્વાસ્થ્ય ને ચાહો", તેમજ "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" નિમિત્તે વધુમાં તેમણે કહ્યું કે "મહિલા પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે વધુ જાગૃત બને." મહિલાઓએ આ વર્કશોપમાં આનંદ પૂર્વક ભાગ લીધો અને "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણી કરી.