Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન
અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે અને ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે આ હાઇવે પર હવે સિક્સ લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવશે
![Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન Six lanes will be made on SP Ring Road to regulate Ahmedabad traffic Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/92f8a6abf8d11da8a51eb4f8772179db170375709598081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News: અદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસપી રિંગ પર હવે સિક્સ લેન હાઇવે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લાન તૈયાર કરવા માટે સાત દિવસની અંદર આરએફપી બહાર પાડવામાં આવશે. કન્સલ્ટન્ટ પાસેથી 76 કિલોમીટરના રોડ પર ટ્રાફિકનું ભારણ અને રોડ ડિઝાઈનિંગ કેવી રીતે કરવું તેની કામગીરી કરવામાં આવશે.
આ સાથે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે અહીં સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.20 વર્ષ સુધી ચાલે તે પ્રકારે આયોજન કરાશે....6 નેશનલ હાઈવે અને 11 સ્ટેટ હાઈવેને કનેક્ટ કરતાં સરદાર પટેલ રિંગ રોડ હાલ ફોર લેનનો છે...જેમાં પ્રત્યેક લેન 8.5 મીટરની છે...આ વધારીને 12.5 મીટર કરી રિંગ રોડને સિક્સ લેન કરાશે....ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો આ એક જ મુખ્ય રોડ છે...અને અહીંથી પ્રતિ દિવસ અંદાજે 30 લાખ વાહનો અવરજવર કરે છે...ત્યારે સિક્સ લેન કરવાના નિર્ણય લાખો વાહન ચાલકોને ફાયદો થશે..
આ પણ વાંચો
Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન
પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)