(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદને લઈ સંતો આકરા પાણીએ, મોરારી બાપુએ કહ્યું, હવે જાગૃત થવાની જરૂર
અમદાવાદ: કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમામાં દાદાના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદ: કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમામાં દાદાના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. હનુમાન દાદા સ્વામીનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિએ સિહોર પોલીસમાં અરજી કરી છે. મંદિરના સ્વામીઓ સામે ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ વિવાદાસ્પદ પ્લેટ પર પડદો લગાવી દેવામાં આવ્યો છે.
હિન્દૂ ધર્મના બે સંપ્રદાય વચ્ચે શરૂ થયેલા ભગવાનના વિવાદને લઈ ભક્તોની લાગણી દુભાણી છે. બોટાદ સાળંગપુર હનુમાનજી પ્રતિમાનો વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા પોલીસ મથકમાં પગલાં લેવા અરજી કરવામાં આવી છે. સાળંગપુર મંદિરના વહીવટ કરનાર સ્વામીઓ પર ફરિયાદ નોંધવા માટે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાને હાથ જોડીને હનુમાનજીની આકૃતિના વિડીયો ફોટા વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા અરજીની સાથે 33 દસ્તવેજી પુરવા સાથે અરજી કરવામા આવી છે.
હનુમાનજીના અપમાન વિવાદ મામલે મોરારી બાપુનું નિવેદન
હનુમાન દાદાના અપમાનને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.
સાળંગપુર વિવાદ મામલે હર્ષદ ભારતી બાપુનું નિવેદન
સાળંગપુરમાં સ્થાપિત તસવીરને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.
હનુમાનજીના અપમાનથી સંત સમાજમાં ભારે આક્રોશ
કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. 'કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. 'દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે. આમ એક બાદ એક વાક પ્રહારો કરી મણિધરબાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધા હતા.