7 વર્ષનો બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયો, અમદાવાદ સિવિલના ડોક્ટરોએ કરી સફળ સર્જરી
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલે ફરી એકવાર જટીલ સફળ સર્જરી કરી બાળકને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષીય બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. નોંધનિય છે કે, 7 વર્ષીય બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું હતું.
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલે ફરી એકવાર જટીલ સફળ સર્જરી કરી બાળકને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષીય બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. નોંધનિય છે કે, 7 વર્ષીય બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું હતું જે બાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને પેટમાં દુખાવો થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને હાલ અમદાવાદ શહેરમાં કેટરિંગ સાથેના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 14 મણકા હોજરી પછીના નાના આંતરડા સુધી પહોંચી ગયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. મણકાના આંતરિક ઘર્ષણના કારણે આંતરડામાં 7 કાણા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળ સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો હતો.
દેશમાં પાંચ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2593 કેસ નોંધાયા છે અને 44 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે.
એક્ટિવ કેસ 16 હજાર નજીક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે. દેશમાં 4,25,19,479 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 187,67,20,318 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19,05,374 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. . દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.
ભારતમાં ચોથી લહેર આવશે ?
ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.