શોધખોળ કરો
રવિવારે સરકારી અને ખાનગી બેંકો બંધ, એટીએમ બહાર લોકોન લાંબી લાઇનો

નવી દિલ્લીઃ સતત 12 માં દિવસે પણ લોકો 1000 અને 500 ની નોટ માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટી નોટો રદ્દ થતા લોકો નોટ એક્સચેન્જ કરવા અને નાની નોટ મેળવવા માટે બેંક બહાર છેલ્લા 12 દિવસથી લાઇન લગાવી રહ્યા છે. તેમ છતા પરિસ્થિતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. આજે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે જેથી લોકોની હાલાકીમાં વધારો થશે. આજે દેશમાં સરકારી અને પ્રાઇવેટ બેંકો બંધ રહેશે. જ્યારે તમે એટીએમ અને પેટ્રોલ પંપ પરથી અન્ય દુકાનો પર તમે કાર્ડ સ્વાઇપ કરાવીને પૈસાનો ઉપયોગ કરી શકો છો. આજે બેંકો બંધ રહેતા મોટા ભાગની ભીડ એટીએમ પર જોવા મળી રહી છે. પીએમ મોદીએ 8 તારીખે સાંજે કાળાનાણાં પર કાબૂ મેળવવા માટે 500 અને 1000 ની નોટો રદ્દ કરી દીધી હતી. ત્યારથી બેંકો અને એટીએમ બહાર લોકો લાઇનો લગાવીને ઉભા રહે છે. સરકારે નોટબઁધી બાદ એક દિવસમાં 2000 રૂપિય સુધીની 500 અને 1000 રૂપિયાની નોટ બદલવાની છૂટ આપી છે. એટીએમમાથી અઢી હજાર અને બેંકમાંથી એક સપ્તાહમાં 24,000 હજાર ઉપાડી શકો છો. સરકારના નોટબંધીના નિર્ણય બાદ લગ્ન વાળા ઘરમાં ખાસ છૂટ આપતા 2.5 લાખ રૂપિયા બેંકમાથી કાઢવાની છૂટ આપ હતી. દેશભરમાં સરકારના આ નિર્ણયની મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છો.
વધુ વાંચો





















