શોધખોળ કરો
Teachers’ Day 2024 Live Updates: આજે શિક્ષક દિવસે રાજ્યના 28 શિક્ષકોનું થશે સન્માન, રાજ્યપાલના હસ્તે અપાશે રોકડ પુરસ્કાર
Teachers’ Day 2024 Live Updates: આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે.
Key Events

ફોટોઃ abp asmita
Source : ફોટોઃ abp asmita
Background
Teachers’ Day 2024 Live Updates: ગુજરાતમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત આજે 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્ય પુરસ્કાર આપવામા આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષક...
11:43 AM (IST) • 05 Sep 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો
શિક્ષક દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં. મુખ્યમંત્રીએ પણ શિક્ષક દિવસના અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
11:43 AM (IST) • 05 Sep 2024
ગિરિજા શંકર ઉપાધ્યાય ઉત્તમ કામગીરી કરી રહ્યા છે
સુરતમાં છેલ્લા ૨૧ વર્ષથી શિક્ષણ જગતમાં કાર્યરત ગિરિજા શંકર ઉપાધ્યાય ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. તેઓ શાળા છોડી દેનારા ગરીબ અને કામદારોના બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. ૨૧ વર્ષમાં ૫૦૦૦ બાળકોને મફતમાં શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement