ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સરકારી વકીલને ટકોર કરતા કહ્યુ- સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા?
ચીફ જસ્ટિસે સરકારી વકીલને ટકોર કરી હતી કે સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા? અધિકારીઓને ઘણી મુસાફરી કરવાની થતી હોય છે
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ વકરતા હાઈકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. હાઇકોર્ટમાં કોરોના અંગેની લાગુ એસ.ઓ.પી. છતાં પણ કોર્ટ રૂમમાં સરકારી અધિકારીઓની હાજરી પર કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
ચીફ જસ્ટિસે સરકારી વકીલને ટકોર કરી હતી કે સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા? અધિકારીઓને ઘણી મુસાફરી કરવાની થતી હોય છે. અધિકારી અસીમટોમેટિક હશે તો એને ખબર પણ નહીં હોય કે એ સંક્રમિત છે અને એનું સંક્રમણ આપને પણ લાગી શકે છે અને આવી મુલાકાતો બાદ આવીને આપ કોર્ટમાં રજૂઆત કરો તો એ વાયરસ અહીંયા પણ ટ્રાન્સમીટ થાય. 'સંક્રમણ ફેલાતું અટકે એટલે નિયંત્રણો લાદવા પડ્યા છે એવામાં અધિકારીને કોર્ટરૂમમાં બોલાવવાની શુ જરૂર? સરકારી વકીલે આ મામલે કોર્ટની માફી માંગી હતી અને તેઓ હવે તકેદારી રાખશે તેવી કોર્ટને ખાતરી આપી હતી.કોરોનાના વધતા કેસોને લઈને હાઇકોર્ટે જારી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર પ્રમાણે હાઇકોર્ટમાં પ્રવેશ પર નિયંત્રણ મુકાયા છે.
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેંટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે અમદાવાદની સિટી સિવિલ એંડ સેશન્સ કોર્ટ તરફથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તકેદારી રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો જાહેર કર્યા છે. જેમાં પક્ષકારોએ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં ન આવવા કહેવામાં આવ્યું. સાથે જ પક્ષકારો અને વકીલોએ કેસને લગતા દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મુકવા માટે વિનંતી કરવામાં આવી. આ અંગે અમદાવાદ બાર એસોસિએશન તથા સ્મોલકોર્ટ બાર એસોશિએશન તરફથી વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા. શહેરમાં વધી રહેલા કિસ્સા અને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે અને કોર્ટ પરિસરમાં લોકોની અવર-જવર પણ વધી રહી છે જે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી 20 જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતીથી જ કેસ ચલાવવા, કોઈ વકીલની ગેર હાજરીમાં કેસ ન ચલાવવા અને એક તરફી આદેશો ન કરાવવા માટે સૂચના અપાઈ છે. ઉપરાંત સાક્ષીને કોર્ટમાં બોલાવવા આગ્રહ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?