શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પ્રેમીને મળવા ગયેલી મહિલાનો પતિએ કર્યો પીછો, પ્લોટમાં મહિલા પ્રેમી સાથે શું કરતી હતી ને પતિ પહોંચી ગયો ?
માધુપુરામાં વાડીકા રેસિડેન્સીમાં રહેતા નીપમભાઈ પી.ઘાવરી (47) દહેગામની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દહેગામમાં નોકરી કરે છે.
અમદાવાદઃ દવા લેવાના બહાને પ્રેમીને મળવા ગયેલી મહિલાને તેના પતિએ પ્રેમી સાથે ઝડપી લેતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ મહિલાના પતિ તથા બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પતિ પત્નીના સંબંધીઓને ફરિયાદ કરવા ગયો ત્યારે સંબંધીઓએ પણ ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
માધુપુરામાં વાડીકા રેસિડેન્સીમાં રહેતા નીપમભાઈ પી.ઘાવરી (47) દહેગામની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દહેગામમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની જશોદાબહેન, બે દિકરી અને દિકરો છે. જશોદાબહેન બે દિકરી સાથે નવા વાડજ અખબારનગર ફ્લેટ ખાતે રહે છે.
તેમના પતિ નીપમભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નિતીનભાઈ આર.દત્ત સાથે જશોદાબહેનને પ્રેમસંબંધ છે.જશોદાબહેન દવા લેવાને બહાને એક્ટિવા લઈને ઘરેથી નિકળ્યા હતા. નીપમભાઈને શંકા જતાં તેમણે બાઈક પર પત્નિનો પીછો કર્યો હતો. તેમણે ફરિયાદમાં આપેલી વિહત પ્રમાણે, પત્નિ સિધ્ધિ વિનાયક મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં પ્રેમી નીતીન સાથે ઉભેલી હતી. તેમણે ત્યાં જઈને સવલ કરતાં પત્નિ તથા ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો અને નીપમભાઈ તથા તેમનાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જશોદાબેને પણ કહ્યું હકું કે, હું પણ નિતીનને પ્રેમ કરૂ છું અને તારાથી થાય તે કરી લે. નીપમભાઈએ તેમના સસરા અમૃતભાઈને ફોન કરીને જાણ કરતા તેમણે ગંદી ગાળો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નીપમભાઈ તેમના બહેન સાથે સાસરીયાંને સમજાવવા ગયા હતા. સાસરીયાઓે ભેગા મળીને નીપમભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે તેમણે જશોદાબહેન, નીતીન દંતાણી તથા સાસુ સસરા વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion