શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ‘ધ શાદી ફેસ્ટિવલ’ની 16મી આવૃત્તિનું આયોજન, વેડિંગ, ફેશન અને લાઈફ સ્ટાઈલનો શાનદાર શો
આ વખતે 6-7 સપ્ટેમ્બરે બે દિવસ માટે સતત 16માં વર્ષે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ: 15 વર્ષ જૂની પરંપરાને જાળવતાં ‘ધ શાદી ફેસ્ટિવલ’ અમદાવાદ ખાતે તેની 16મી આવૃત્તિ રજૂ કરવા જઈ રહ્યું છે. કેકે જવેલ્સના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. ‘ધ શાદી ફેસ્ટિવલ’એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
અમદાવાદ: 15 વર્ષ જૂની પરંપરાને જાળવતાં ‘ધ શાદી ફેસ્ટિવલ’ અમદાવાદ ખાતે તેની 16મી આવૃત્તિ રજૂ કરવા જઈ રહ્યું છે. કેકે જવેલ્સના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. ‘ધ શાદી ફેસ્ટિવલ’એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
ફેસ્ટિવલનું ઉદઘાટન સંતરામપુરના મહારાણી મંદાકિની કુમારીના હસ્તે કરવામાં આવશે. વાયએમસીએ ક્લબ ખાતે યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ તેમના કલેક્શન્સ રજૂ કરશે. 80 પ્રદર્શનકારોના કુલ 2000થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોવા મળશે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવીકે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પરંપરાગત જ્વેલરીની વિશાળ શ્રેણી તો રહેશે જ.
‘ધ શાદી ફેસ્ટિવલ’ના આયોજક રેડ ઈવેન્ટ્સના ડિરેક્ટર પૂજા અગ્રવાલના જણાવ્યા મુજબ ‘ધ શાદી ફેસ્ટિવલ’ની 16મી આવૃત્તિ મુલાકાતીઓને એક અજોડ અનુભવ કરાવશે. કેમકે ચાલુ વર્ષની વેડિંગ સીઝનમાં ઘણી નવી બાબતો જોવા મળશે. આ વખતે અમે નવા જાણીતા જ્વેલર્સ અને ફેશન ડિઝાઈનર્સને અમદાવાદમાં આમંત્રણ આપ્યું છે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન્સ અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને અમદાવાદની જનતા સમક્ષ રજૂ કરશે,” આવા કેટલાક નામોમાં પારામણી જ્વેલર્સ, નીધી દ્વારા ટ્રેઝર, કેપેચિનો કલેક્શન, એન ઓર્નામેન્ટ્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેટલાક પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ નામોમાં અભિષેક શર્મા લેટેસ્ટ લેકમે ફેશનવીક 2019 ઓટમ વિન્ટર કલેક્શન રજુ કરશે. આ સિવાય એસકેએન સિદ્ધાંત અગ્રવાલ, ‘રા’ બાય મનિષ આહુજા, રિચા શા દ્વારા સેલકોથ, કૃપા કાપડિયા તેમની પ્રોડક્ટસ રજૂ કરશે. દિલ્હી સ્થિત ગિફ્ટિંગ પાર્ટનર ફ્લેરર ડેલિસ-ઈડીસી, ઈલોરા સિલ્વરવેર, એક્સટુટી અને તે સિવાય અન્યો પણ ભાગ લેશે. અમદાવાદ સ્થિત જ્વેલર કેકે જવેલ્સ અમારા મુખ્ય પ્રદર્શક રહેશે. તેઓ તેમના લેટેસ્ટ કલેક્શન રજૂ કરશે. જેનું થીમ ‘ખ્વાઈશ-બિકાનેરી જડતર એન્ડ ડાયમન્ડ બ્રાઈડલ જ્વેલરી’ પર હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement