(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતા ભાજપ નેતાના પુત્રએ ધમકી આપી કરી પઠાણી ઉઘરાણી
અમદાવાદ: વ્યાજની ઊઘરાણીને લઈ ધમકી આપનારા ભાજપના કોર્પોરેટરના પુત્ર અને તેના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. ફરીયાદી વિશાલ સુથારે વ્યાજે લીધેલા રૂપીયા ચુકવી દીધા હોવા છતા આરોપીઓ પઠાણી ઉઘરાણી કરતા હતા.
અમદાવાદ: વ્યાજની ઊઘરાણીને લઈ ધમકી આપનારા ભાજપના કોર્પોરેટરના પુત્ર અને તેના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. ફરીયાદી વિશાલ સુથારે વ્યાજે લીધેલા રૂપીયા ચુકવી દીધા હોવા છતા આરોપીઓ પઠાણી ઉઘરાણી કરતા હતા. મળતી માહિતી પ્રમાણે ઓઢવ વોર્ડના કોર્પોરેટરના પુત્ર અંકીત દવે અને તેના ભાગીદારે ફરીયાદી વિશાલને ૬.૫૦ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. વિશાલે ૧૮ મહિના સુધી ૧૦ ટકા લેખે વ્યાજ ચુકવ્યું હતુ. તેમ છતા રૂપિયા ૧૫ લાખ બાકી કાઢ્યા હતા. ભાજપ નેતાનો પુત્ર અમારી પહોંચ ખુબ ઊંચી છે કહીને ધમકી આપતો હોવાની વાત સામે આવી છે. બંને આરોપીઓ વિરૂધ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જે બાદ નિકોલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ભાવનગરમાં દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવકનવી હત્યા કરવામાં આવી છે. ખેત મજૂરી કરતા ભીમજી ગોહિલ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બગદાણા પોલીસ સ્ટેશન પાસે જ આવેલા મોણપર ગામે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીને ધમાલ કરી રહેલા શખ્સોએ યુવાનો ભોગ લીધો છે. દેશી દારૂના સ્ટેન્ડ ચલાવનાર મહિલા સહિત ચાર શખ્સોએ બે પુત્રના પિતાની કરપીણ હત્યા કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય આરોપી શક્તિ ગોહિલ દારૂ પીને નશાની હાલતમાં બજારમાં ગાળો બોલતો હતો જેને સમજાવા જતા ઉશ્કેરાયેલા કુલ ચાર શખ્સોએ હત્યા કરી નાખી હતી. જુવાન જોધ બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશન પાસે ચાલતા દેશી દારૂના દૂષણને લઇ બગદાણા પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટમાં પિતા બન્યો હેવાન
રાજકોટમાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ પુત્રી સાથે અડપલા કરતા લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી પુત્રી સાથે અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પણ વાત સામે આવી છે. આ અંગે બામણબોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPC કલમ ૩૭૬ એ(બી), ૩૫૪(ક), ૫૦૬(૨),૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ અંગે હવે વધુ કાર્યવાહી હાથ ધરશે.