શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ ઓઢવમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ, 3 મજૂરના ગૂંગળામણથી મોત
ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલ લો લોટસ લેબલ નામની ફેક્ટરીમાં બપોરે 3 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં પ્રિન્ટિંગ મશીનરીનો સામાન હતો. ફેક્ટરીમાં 30 થી 35 માણસો કામ કરે છે.
અમદાવાદ: ઓઢવમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થયા છે. હજુ પણ કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં 14 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હજુ હિટીગ હોવાંથી ફાયર નાં જવાનો અંદર પ્રવેશી શકયા નથી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલ લો લોટસ લેબલ નામની ફેક્ટરીમાં બપોરે 3 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં પ્રિન્ટિંગ મશીનરીનો સામાન હતો. ગેસનો બાટલો ફાટવાથી આગ વધુ વિકરાળ બની હતી. ફેક્ટરીમાં 30 થી 35 માણસો કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 6 મજૂરના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion